હાલ ભલે ને પસ્તી ગણાઉં,પણ કિતાબમાં જીવવું છે
ના સવાલમાં જીવવું છે કે ના જવાબમાં જીવવું છે
કરવું છે બ્રહાંડકલ્યાણ,બસ આ ખ્વાબમાં જીવવું છે
ન જ થાય ને જો અવતારકર્મ પૂર્ણ કરુણા,અહિંસાથી
ભગતસિંગનાં સ્વનાશી એવાં ઇન્કલાબમાં જીવવું છે
ચોપડી હશે ને જો તો જ ઉતરશે કો’ક કાળે ખોપડીમાં
હાલ ભલે ને પસ્તી ગણાઉં,પણ કિતાબમાં જીવવું છે
ઓગાળી દઇ ઓળખ બાજરી,ઘી,અજમો ને ગોળની
એકને પદ નહીં,સમૂહને પ્રદાન દેતી રાબમાં જીવવું છે
જો તેથી ય થાય દુર્જનનાશ કેરું રામાયણ,મહાભારત
નિમિત્ત થતા શકુની કે મંથરા સમ ખરાબમાં જીવવું છે
– મિત્તલ ખેતાણી
Leave a Reply