ભલે બે-ચાર ડગલાં જ ચાલ અને પછી તું પડી જા,
શક્ય ન હોયને બોલવું, તો આવી એકવાર લડી જા,
ક્યાં તને કોઈ અધિકારોથી વંચિત પણ રાખી છે મેં,
જીદ કર વાત કરવાની, અને એજ જીદ પર અડી જા,
શક્ય ન હોયને બોલવું…
ક્યાં સુધી અટવાયેલી રહીશ દુઃખ અને ચિંતાઓમાં,
એક કામ કર, મારા જ સહારે દિલ ખોલીને રડી જા,
શક્ય ન હોયને બોલવું…
સૂકા ભીના આંસુનો સિલસિલો તો ચાલતો રેવાનો,
કહી દે તાજા દુઃખોને, કે પીછો છોડી હવે સડી જા,
શક્ય ન હોયને બોલવું…
બસ યાદો છે, ભુલાયેલા દિવસો અને પ્રસંગોની તો,
આવનાર નવા પ્રસંગોની સુગંધમાં બસ તું ગગડી જા,
શક્ય ન હોયને બોલવું…
બવ થયું આ વીંટળાઈ વળેલું સામાજિક ખોખલું,
છોડ ભોંયરાનું અંધારું, હાથ પકડી ઉપર ચડી જા,
શક્ય ન હોયને બોલવું…
~ સુલતાન સિંહ ‘જીવન’
Leave a Reply