મારે ગમા પર કાબુ મેળવવો છે
અણગમા પર કાબુ મેળવવો છે
જ્યારે ને જ્યાં ભીંજવી દયે આત્મા
ડુમા પર કાબુ મેળવવો છે
અહં છોડીને વધાવી શકું દુશ્મનને ય
ખમ્મા પર કાબુ મેળવવો છે
સત્ય,પ્રેમ,કરુણા જ છે મોક્ષ માર્ગ
જમા પર કાબુ મેળવવો છે
સમજું ને દરકારું હું વૈશ્વિક કુટુંબને
તમા પર કાબુ મેળવવો છે
કંચન,કાયા,કષ્ટ,કુબુદ્ધિ પજવે સ્વ ને
વામા પર કાબુ મેળવવો છે
સત્કર્મોથી ભરવો છે ચિત્રગુપ્ત ચોપડો
નામા પર કાબુ મેળવવો છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply