મર્યા પછી પણ ફોટા હોવાં જોઈએ
સપનાઓ ખૂબ જ મોટાં હોવા જોઈએ
જગત છલકી રહ્યું છે નિરાશાવાદીઓથી
અનન્યનાં પણ ના તૂટાં હોવા જોઈએ
આપશે ભેટમાં વિશ્વ પીડા,નિષ્ફળતા અનેક
કને સદા આંસુ સૂકવતાં ખુંટા હોવા જોઈએ
રાખજો પહેલેથી તૈયારી કારમી એકલતાની
હાથ બીજાનાં હાથથી છુટાં હોવા જોઈએ
વિશ્વ હયાતીમાં ક્યાં સ્વીકારે છે સ્વપ્નદ્રષ્ટાને
જાતમાં જ જાતને દોરતાં નેતા હોવા જોઈએ
~ મિત્તલ ખેતાણી
Leave a Reply