પિતાનું નામ ત્યજીને તમારું નામ લગાવે છે
પિયર છોડી એ અજાણ્યું ધામ અપનાવે છે
પોંખજો દિલથી એ વધૂ,પત્ની કે ભાભીને
પોતાનું ઘર મૂકી પોતાનું તમામ બદલાવે છે
કુદરતની મુક્ત વનરાજી બુકેમાં ગોઠવાય છે
બહેનપણી ભૂલી એ ક્યાંક ગામ બદલાવે છે
તમે સૌ તો રહો છો એના એ જ ને હંમેશા
તમારી થવાં એ જિંદગી સરિયામ બદલાવે છે
ગૃહલક્ષ્મી છે રુમઝુમ કરતી આવે છે આંગણે
ઓળખ ઓગાળી એ વંશનું કામ દીપાવે છે
જો આપો આંસુ તો આપજો માત્ર હર્ષનાં જ
દાનથી મળેલ કન્યા જ તમને રામ મળાવે છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply