ડોળ કરતા એ ફરે ચિંતાનો મારી ,
હું મરૂ જો હાલ, તો એ પણ શું મરશે ??
હાથ જોડી લીધા દુશ્મનો સામે મેં જો
એમ કરવાથી શું દિલના વેર ગળશે???
પ્યાર માં એના ચડ્યો હું કંઈ ચઢાણો,
તોય શું તેઓ મને એક ગેર ગણશે!!!
છોડી ને આ જોવો તેઓ ચાલ્યા મુજને,
મરવા એથી મોંઘુ કોઈ ઝેર મળશે ???
મારા માં મારે હવે પડશે ઉતરવું
જિંદગી માં મોજ ની તો લ્હેર ફરશે…!!
તું પુરી તાકાત થી લડજે જીવનમાં
રસ્તા માં કોઈ તો કાળો કેર નડશે…!!
~ ડૉ. કૃણાલ પટેલ
Leave a Reply