દોડે મનને હાંફે પગ. . !
મૃગજળ પી ને તૂટે રગ. . !
અજવાળું અંદર કરવા,
સંકોરી પીડાની શગ. . !
ઈચ્છા, સપના ને હકીકત,
સૂઝ અને સમજણના બગ. . !
સંબંધોના ખાતે જો,
કોની ક્યાં પહોંચે છે વગ ?
વાણીમાં હો વૈભવ તો –
પગમાં પડશે આખું જગ. . !
ધ્યાન ધરી તક ઝડપી લે,
ભરવાના છે વામન ડગ. . !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply