ધૂઆં પૂંઆ
ધૂઆં પૂંઆ આ ઘરની ભીંતો
સાથે સાખો કાઢે ડોળા
કોણે તોડ્યાં બારણાંને?
કોણે કાઢયા સળિયાને !
દિવસે ફરતું અજવાળું
રાત્રે દીવડો શોધે ભીંતો.
હરતી ફરતી હવા અહીં
વિના કોઈ રોકે ટોકે.
રુઆ રુઆ આ રડતું ઘર
શોધે પગલાંની ચાપ.
બસ પરબ સરીખું છાપરું
યાદ અપાવે માથે હાથ મીઠો.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply