દર્પણમાં મને મારો ચહેરો દેખાય એતો કેમ ચાલે?
મારે તો હું મને શોધું અને તું જડી આવે એમ ચાલે.
કોક દિવસ લાગણીઓ પડછાયા ની ચુપકીદી સાધે,
બાકી આપણી વચમાં એ સુગંધી ગોટાની જેમ ચાલે.
બાંધેલા તળાવમાં ભમરી કે ભરતી કંઈ જડતી નથી,
હૃદય દરિયો બને તોજ ભરતી ઓટ રેલમછેલ ચાલે.
સબંધો તો સતરંજ ઉપર નખાતી કોડીઓ જેવા છે.
દરેક વેળા અલગ આવે, ને તોય રમત હેમખેમ ચાલે.
હૈયાની વાતો ઘણી, મીટરના માપમાં એમ ના મપાય.
પ્રેમની ભીનાશ ભળે ત્યાંજ ચડે ઘોડે જેમતેમ આવે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply