સૌ તબીબી આલમને સાદર…
દર્દીઓ માટે તમે પ્રભુ સ્વરૂપ છો
દુનિયા રહેશે જ એનું પ્રુફ છો
દર્દીઓ માટે તમે પ્રભુ સ્વરૂપ છો
તબીબ, નર્સ એવાં નામ છે તમારાં
સંજીવનીનો તમે જીવંત કૂપ છો
રોગ થવાની બીક હોય તો પણ
રોગ સામે સદા લડતાં દેવદૂત છો
થાક, નિરાશા ના તમારાં ભાગ્યમાં
ચરક, સુશ્રુત, હિપોક્રેટસનું નુખ છો
ટાણું-કટાણું, કુટુંબ નથી જોવાનાં
બીજાનાં ભાગ્યનું તમે સુખ છો
-મિત્તલ ખેતાણી
Leave a Reply