બાળ ગીત …
ઓ દાદા સુરજ કોક દી મોડા આવો તો ના ચાલે ?
ઓ મેના પોપટ જો પરોઢે ના બોલો તો ના ચાલે ?
ઊગ્યો જેવો તડકો અહી ખેચાયું મારું ઓઢેલું
સૌનું ચાલે પછી ઘરમાં દોડો દોડો તો ના ચાલે?
ઓ મા દે દાતણ ને હવે ઝટ નાવા પાણી કાઢી દે
મારે સ્કુલે બસમાં કહે તું થ્યો મોડો તો ના ચાલે
આઘે ઊભી ખખડાવતી ખેંચી વ્હાલે બુચ્ચી દેતી
કાલે મોટો ઇજનેર થાવાનો ટાઢો તો ના ચાલે
દાદા ચાલ્યો ભણવા તમે થોડા રોકાઇને જાજો
રાત્રે આવું જલદી, કહે આભે મામો તો નાં ચાલે
~ રેખા પટેલ ‘વિનોદિની’ (સખી )
ગાગાગા ગાલલગા લગાગાગા ગાગાગા ગાગાગા
(આભે મામો = ચાંદો )
Leave a Reply