હે… ચાચરના ચોકમાં ને ગબ્બરના ગોખમાં
માડી તું હાજરા હુજુર (૨)
ઓઢી તું કામળી કે ઓઢી સતરંગી,
કરે, ભવ ભવનાં સંતાપો દૂર..
તારા દર્શન એ આંખોનાં નૂર.
માડી તું હાજરા હુજુર…
ઘુમ્મટના કોખમાં ને મંદિરના ગોખમાં
ઝળહળતો તારો અણસાર(૨)
ટમટમતાં દીવડામાં રૂમઝુમતી જ્યોત,
જાણે અંબામા આવી ગઈ દ્વાર..
તારા દર્શન એ આંખોનાં નૂર.
માડી તું હાજરા હુજુર…
સોળે શણગાર સાથ સરખી સહેલીઓ
જોવા તને તરસે મારી આંખ (૨)
આવ્યા નવ નોરતાંને ગરબાનાં ઓરતા
મન મારું ભક્તિમાં ચૂર…
તારા દર્શન એ આંખોનાં નૂર.
માડી તું હાજરા હુજુર…
– રેખા પટેલ (વીનોદીની)
Leave a Reply