ઇન્ટરનેશનલ વુમન્સ ડે
1909 માં અમેરિકાની સમાજવાદી પાર્ટીની
મહિલા કાર્યકરે સ્ત્રીઓના અધિકારોની હિમાયત કરતા આંતરરાષ્ટ્રીય દિવસ બનાવવાનું સૂચન કર્યું હતું. ૧૭ દેશોની, સર્વસંમતિથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નક્કી કરાયો. આજે ૧૧૪ વર્ષની ઉજવણી છે .
પુરુષોના ખભેખભા મિલાવી કામ કરતી સ્ત્રીઓ હવે કચડાયેલી કે દબાયેલી નથી માટે સ્ત્રીઓએ અધિકારોની માંગ કરવાને બદલે સમજદારીને પાંખ આપવાની વધુ જરૂર છે.
પુરુષો સ્ત્રીઓની સાથે છે કે નહિ એ પછીની વાત છે. સહુ પ્રથમ સ્ત્રીઓએ સ્ત્રીઓની સાથે થવાનું છે. એક સ્ત્રી જો બીજી સ્ત્રીના દુઃખ દર્દ કે મહત્વકાંક્ષાઓ ને નહી સમજી શકે, તેના માર્ગમાં અવરોધ બનશે તો પુરુષો ઉપર દોષારોપણ કરવું નકામું છે.
ખરા અર્થમાં સ્ત્રીઓએ એકબીજાની પ્રતિસ્પર્ધા કે ટીકા કરવાને બદલે એકબીજા સાથે રહેવું જોઈએ.
“એક સ્ત્રીની સફળતા બીજા માટે પ્રેરણારૂપ હોવી જોઈએ. જો એકબીજાને ઉત્સાહિત કરે તો એકતા અને મજબૂતાઈ વધે છે, એક મજબૂત વર્તુળ બને છે.”આમ થતા સમાજ કે ટીકાકારોના ખોટા ભોગ બનાશે નહિ અને પ્રગતિ ઝડપી થશે.
– રેખા પટેલ
Leave a Reply