જીવન સોંપ્યું,
પ્રત્યેક ક્ષણ સોંપી,
ભૂલી ઈચ્છા અનિચ્છા,
મુક્ત આભ છોડી
એક થઇ સમેટાઇ
હું તારામાં.
છતાં હજુ શું ખુટ્યું?
એવું તો શું કરું કે તને ગમું.
પકડી રાખી ઉગતી ઈચ્છાઓ
કણકણ વિખેરાઈ,
ગમતા તારા આકારમાં બંધાઈ,
તારા વર્તુળમાં સમાઈ.
છતાં મનમાં કશુંક તૂટ્યું ?
એવું તો શું કરું કે હું મને જોડું.
ચાહવામાં, પામવામાં
જીવનની સંધ્યા આવી.
સમય પહેલા શું કામ આથમવું.
એકજ ઇચ્છા હું હસતાં જાઉં.
એવું તો શું કરું કે…
તને ગમું, હું મને ગમું.
– રેખા પટેલ ( વિનોદિની)
Leave a Reply