મારા મહી
એક આખું ચોમાસું વસે.
ભીના નીતરતાં આભ માંથી
ઝરમરતા નેહ સમુ
એક હૈયું ઘબકે.
કદીક ઘડઘડાટી બોલાવે,
વીજના ચમકારા કરે
પછી,
કાળા ડિબાંગ આભને
એજ જઇ ચમકાવે.
બેઘડીનાં ખેલ જાણે,
ખુદ ચુપકીદી સાધી,
ફરી,
સ્નેહ વાદળી ફરફર વરસે.
વહેતું સંગીત પાને પાને,
ગંધ સુગંધ થી મિશ્રીત મીઠું
હૈયું મારા મહી એવું મલકે
કે
પછી આખું ચોમાસું તરસે.
– રેખા પટેલ ( વિનોદિની)
Leave a Reply