Proud to be a woman 👩
દીકરી, બહેન,પત્ની અને માતા
દરેક ચોકઠામાં બરાબર ગોઠવાતી
સ્વેચ્છાએ સર્વસ્વ કરી ન્યોછાવર
ખુદ ખુશ રહી જીવન સઁવારતી,
સ્ત્રી છું.
હો ભલે નાજુક નમણી
સંસારનો સઘળો ભાર વેંઢારતી
હર સમય છું નિર્દોષ, પુરાવા દેતી.
ઝખમ દિલના છુપાવી હસતી રહેતી
સ્ત્રી છું.
સમાજ, પુરુષકે કોઇ વર્ગ કાજ,
બની કઠપૂતળી મોજ કરાવવા,
હું કોઇ એશોઆરામની ચીજ નથી.
બીજા એક અસ્તિત્વને જન્મ આપતી
સ્ત્રી છું.
ઘર સંસારનું છત્ર છું,
ના ભૂલ કરશો અવગણવાની.
રાધા મીરાં મેનકા પછી જો બનું રણચંડી,
ધરા ધ્રુજાવતી જીવન દહેકાવતી
સ્ત્રી છું
– રેખા પટેલ ( વિનોદિની)
Leave a Reply