ક્યારેક લાગે મજા કરે છે.
ક્યારેક લાગે મજાક કરે છે.
દિલની વાતો અડધી કહીને,
બાકી છુપાવી હસ્યાં કરે છે.
કહેવું તો આ દિલને ઘણું
સંતાકુકડીની સજા કરે છે.
જોડાજોડ ના ચાલે ભલે એ,
પગલું પગલામાં પડ્યા કરે છે.
બે હોઠ સિવાયા મોઘમમાં,
આંખથી આંખ મળ્યા કરે છે.
ઝળહળતા એકાંત વચમાં
આઠે ટેરવાં ભળ્યા કરે છે.
આ દિલને સમજી ગેડીદડો,
એ મજા કરાવી સજા કરે છે.
– રેખા પટેલ (વિનોદિની)
Leave a Reply