આંખમાંથી જોઇ લો,શુ વિસ્મય ટપકે છે!
એક શમણુ આંખને પકડીને કેવું લટકે છે.
સાવ કોરી આંખમાં ભીની છાલક ઉછળે છે
ભીતર વરસાદી વમળ પાંપણ આવી અટકે છે.
સાવ અણધડ ને અણધારી યાદો ઠુમકે છે
ના કેડો મુકે એવી મુસીબત થઈને ભટકે છે
દિવસે એ દિલમાં બળજબરી થી કબજો કરે,
રાત ધેરાતા અંતર જોડે એજ લપકી મલકે છે
વ્હાલનાં નામે ખત લઇ કોણ અંતર ખટખટાવે,
કાગળ કોરા લખીને એ લાગણીઓ પટકે છે
– રેખા પટેલ(વિનોદિની)
Leave a Reply