હું કવિતા ….
શબ્દે શબ્દને જોડું હું,
અર્થોને જાણી સમજી,સજાવું છું
એક પળ જીવીને એમાં,
હું જિંદગી જણાવું છું.
ક્યારેક વહેતી નદી બની,
પથરા મહી તણાવું છું.
હું સુકા દરિયા મહી
સ્નેહની નાવ ચલાવું છું.
ફૂલોના રંગો હું ચોરી,
પાંખો પતંગિયાની સજાવું છું.
હું કવિતા ….
મોતી ચમકાવી વેદનાનાં
આંખોને નવરાવું છું
કદીક ભીતરે મૌન ભરું
ખુશીમાં શબ્દોને ઉછાળું છું.
વસંતનું બહાનું ધરીને
કોયલની કુહુ ચલાવું છું.
હું સુરજને ભાલે ચોડું
તારલીયાથી માંગ સજાવું છું
હું કવિતા ….
– રેખા પટેલ (વિનોદિની )
Leave a Reply