અઢળક ઉગતી લાગણીઓને ના આજ ચેન છે.
હવા સરીખો આવી જા, મન ઉડવાને બેચેન છે.
મન મારું ક્યાં માને છે, ના તારા વિના રાહત છે
તું શ્વાસ મહી પરખાઈ જા, તહી આંખોને ચેન છે.
ગગન આખું સડક બન્યું, સપના રેલમછેલ છે
તું મેઘધનુષ્યના રંગો ભરજે, જે ઈશ્વરની દેન છે.
ચહેરો જોઈ ઉગે સુરજ, પડછાયામાં રાત ઢળે,
જનમોજનમનો સબંધ જે કાયમની લેનદેન છે.
તારા થકી ઓળખ બની, મારે મોટી મહેર છે,
જો ના રહે તું આસપાસ, યાદોનું ભારે ઘેન છે.
– રેખા પટેલ (વિનોદિની )
Leave a Reply