( ગરબો)
હે… ચાચરના ચોકમાં ને ગબ્બરના ગોખમાં
માડી તું હાજરા હુજુર (૨)
ઓઢી તું કામળી કે ઓઢી સતરંગી,
કરે ભવ ભવનાં સંતાપો દૂર
તારું દર્શન મારી આંખોનાં નૂર.
માડી તું હાજરા હુજુર.
ઘુમ્મટના કોખમાં ને મંદિરના ગોખમાં
ઝળહળતો તારો અણસાર(૨)
ટમટમતાં દીવડામાં રૂમઝુમતી જ્યોત,
જાણે અંબામા આવી મારે દ્વાર..
તારું દર્શન મારી આંખોનાં નૂર.
માડી તું હાજરા હુજુર.
સોળે શણગાર સાથ સરખી સહેલીઓ
તરસે માને જોવા મારી આંખ (૨)
આવ્યા નવ નોરતાંને ગરબાનાં ઓરતા
મન રહતું મારું ભક્તિમાં ચૂર.
તારું દર્શન મારી આંખોનાં નૂર.
માડી તું હાજરા હુજુર.
રેખા પટેલ (વીનોદીની)
Leave a Reply