એક ઘાતક જેલ ચણી છે, જાતે મારી આંખમાં
એક સૃષ્ટિ આખી કેદ કરી જાતે મારી આંખમાં.
સપના અને ઈચ્છાઓને મેં સાથે લીધા કાંખમાં
સુખ દુઃખની ભરી ગાંસડી જાતે મારી આંખમાં.
કોણ આવ્યું વસી ગયું, એનો ના હિસાબ રહ્યો
આંસુથી છે સઘળું સરભર જાતે મારી આંખમાં.
ખુલ્લી આંખે જોયા બધા દ્રશ્ય ઝીલાયાં મનમાં
સ્મરણો સજાવી સજા સહી, જાતે મારી આંખમાં.
આજ સાથે ભૂતકાળને અંતરમાં દીધો કારાવાસ,
સપના વટાવે સીમા બધી, જાતે મારી આંખમાં.
– રેખા પટેલ (વિનોદિની)
Leave a Reply