અછાંદસ
(ઘરની ભીંત-સ્ત્રી)
ભીંત ફાડીને, આ શું નીકળ્યું?
શેરી, ફળિયું, ગામ આખાને અચરજ થયુ.
જેટલા મ્હો એટલી વાતો,
કારણ વિનાનું તારણ નીકળ્યું.
કોઈ ફણગો અંદર જઈ પડ્યો હશે,
કે કોઈએ તિરાડમાં સંકોરી હશે.
ના ના! અંદરની હિલચાલ લાગે છે.
એમ કઈ ના ભીંતની છાતી ફાટે.
મહીં સળવળતો કોઈ કીડો હશે,
કે જેણે એને કોતરી હશે
વરસોના વરસ.
અસહ્ય વેદના એમ કેમ જીરવાય!
બાકી આતો ઘરની ભીંત,
ઘર બચાવે, શણગારે,
બારણું લગાવી જાતે પુરાય.
ખીલ હથોડા બધુજ સહેતી, ચૂપ રહેતી.
ના એમ કંઈ એ ફાટી પડે.
એની હસ્તીના પોલાણો મહી
નક્કી કોઈએ પ્રપંચ ભર્યા..
એમ ના ભીંત ફાટે,ના કંઈ ઉગી નીકળે.
-રેખા પટેલ (વિનીદીની)
Leave a Reply