અફસોસની એક વાત…
લખતાં આવડ્યું મને,
પણ બોલતા ના આવડ્યું.
રહ્યાં,
જાહેર સભા અને ગોષ્ટી બાર ગાઉ છેટાં.
અને હવે તો,
દલીલો કરતા પણ ક્યાં આવડે છે?
હા! લખતી નહોતી ત્યારે ખુબ બોલતી.
ગમતું ના ગમતું બધુજ જીભના ટેરવે રહેતું.
અને હવે,
બોલું તો છુ, પરંતુ મનમાં.
સવાલો અને જવાબો પણ મનમાં.
જાણું છુ, બોલે એના બોર વેચાય.
પણ આજ તો ના આવડ્યું.
તો હવે માનું છું,
ના બોલ્યામાં નવ ગુણ.
– રેખા પટેલ
Leave a Reply