જોને હુ મને ભારે પડી.
અડધા રસ્તે પાછી વળી.
જાવું હતું સાગર તરી,
ડુબી હતાશામાં ખડી.
સોંઘુ કર્યુ જીવન અહી.
છેવટ ઘડી આવી ચડી.
છેલ્લે જણસ મોંઘી જડી.
જાણ્યા પછી મોળી પડી
ઢળ્યાં પછી પાણી ગયું
મળશે નહીં વીતી ઘડી
છોડી ફુલો કેરી ઝડી
ઝાલી અગ્નીની વાટડી
ચાલ્યાં અમે સૌને મળી,
સારું થયું માયા ટળી
રેખા પટેલ ( વિનોદીની)
ગાગાલગા ગાગાલગા.
Leave a Reply