તું તારે વધને બેફામ…
હું છુંને યાર!
જોત જોતામાં કામ તારા,
થઇ જશે પુરા તમામ.
રાખજે જાત જેવો તુ વિશ્વાસ,
તું તારે વધને બેફામ…
હું છુંને યાર!
હાથ દેવા રહીશ આગળ,
ટેકે ટેકે હું છું પાછળ.
અંધારા જો ભિડ઼વા આવે
તું તારે વધને બેફામ…
હું છુંને યાર!
નૈયા તારી દરીયે ઉતાર
બની બેફિક્ર હલેસું ચલાવ
થાકે ત્યારે કરજે યાદ,
તું તારે વધને બેફામ…
હું છુંને યાર!
ના વટ વાયદા કોઇ વચન
ના સંબંધ નામે કોઇ બંધન
સમય આવે સહુ છોડે સાથ,
અડધી રાતે આવીશ કામ…
હું છું ને યાર!
– રેખા પટેલ
Leave a Reply