તને પાવાની ભલે ચાહ ના કરું,
ના જાય દીવસ, તને યાદ ના કરું.
સરળ નથી એમ તો ભૂલવું તને
હા! વધુ પામવાની આહ ના ભરું.
કામનું ભારણ, સમાજનું કારણ,
રોકે છે રસ્તો હસતાં એ કાયમ.
સળગતી ધૂપમાં યાદોના છાંયડા
વિકસતાં સપનાં ત્યાં બેફામ જોઉં.
આજ ખુશીનું સાચું છે કારણ,
ખાલી મુઠ્ઠીમાં પણ ભરપૂર હું જીવું.
આદર્શો વ્યર્થ કરે અંતર્મુખ,
બાકી માંહ્યલાનું બાળ બહુ પ્રબળ.
રણમાં લઇ આવે એ હોડકી તાણ.
વરસશું આપણ એ ત્યારની વાત,
આજે તો કાગળની હોળી
અને, ચોતરફ જળ બંબાકાર.
સંતોષી મન અને વિચારોના વાયરા
મહેંક કસ્તુરી બની તોડે છે દાયરા.
હયાતી તારી એજ તો સર્વસ્વ,
ફુગ્ગામાં હવા ભરાય ઠલવાય.
બાકી પલભર ખુદ હું ના રહું… જીવન🫀
– રેખા પટેલ (વિનોદીની)
Leave a Reply