દુનિયાના છેડે ક્યાંય પણ રહું,
અમેરિકામાં મબલખ સુખમાં આળોટું,
પાસપોર્ટ અમેરિકન, કહેવાઉં હું પરદેશી.
સંકટમાં જો હોય દેશ પહેલો પહોંચું,
ભલે કહો હું એનઆરઆઈ છું.
છું અંતરથી હું ગુજરાતી.
હક વોટ આપવાનો મળે નહી,
ના પાસપોર્ટ મારી પાસે ભારતનો.
મારા દેશમાં આવવા લેવા પડે મારે વીઝા,
તોય હૈયે મારે સદા જડેલું રહે ગુજરાત.
છું અંદરથી હું ગુજરાતી.
ગરિમા સાચવું, સાચવી ભાષા
વાંચન, લખાણ અને વાણી વર્તનમાં.
જોઉં સપનાં પણ ગુજરાતીમાં…
જોઈ પ્રગતિ ગુજરાતની મસ્તક ઊંચું ગર્વથી.
છું સદંતર હું ગુજરાતી.
– રેખા પટેલ
Leave a Reply