શું કામ કરે તું ચિંતા યાર,
હું છું ને યાર!
જોત જોતામાં કામ બધા,
થઇ જશે આમ તમામ.
હું છુંને યાર !
હાથ આપવા રહીશ આગળ,
ટેકો દેવા હું છું પાછળ.
તું તારે આગળ વધ બેફામ
હું છુંને યાર!
સારા દિવસો હાથ વેંતમાં
મૌજ મસ્તી, કરશું ધમાલ.
ચપટીમાં જો ચિંતા તારી
ઉડી જશે થઇ વરાળ,
હું છું ને યાર!
ના વાયદા ને કોઇ વચન
ના સંબંધ નામે કોઇ છોડ,
સહુ છોને છોડે તારો સંગાથ.
હું છું, રાખજે એ વિશ્વાસ,
હું છું ને યાર!
– રેખા પટેલ
Leave a Reply