કેટલું અઘરું !
દીકરીની વિદાઈ પછી
સાવ પીંખાઈ ગયેલા ઘરને
ફરી ફરી સુવ્યવસ્થિત કરવાનું,
કામના બોજ હેઠળ
ઢબૂરાઈ ગયેલી લાગણીઓને
રહી રહી વાચા આપવાનું
કેટલું અઘરું? કેટલું અઘરું!
એમાં વળી
અઢળક કામ વચમાં
કંઈ પણ ના સૂઝે
ત્યારે,
ક્યાં કરું, શું કરું? અસમંજસમાં
શરીર સાથે મન અટવાય
એને સમજાવવું કેટલું અઘરું!
પ્રસંગના ઓવારણા લેવાને,
સહુ કોઈ સાથ ચાલે
ને ત્યારે,
ના થાક, ના એકલતા લાગે.
પછી સાવ ખાલી ઘરને,
એકલા હાથે જરી જરી ભરવાનું.
ને, સાચુ ખોટું હસતા રહી
ફરી એમજ જીવવાનું
કેટલું સહેલું? કેટલું અઘરું!
– રેખા પટેલ ( વિનોદિની )
Leave a Reply