યાદ એને રાખતા, હું ખુદમાં ભળતાં ભૂલી ગયો.
સાથ એનો છુટતાં હું ખુદને મળતાં શીખી ગયો.
એજ એની સંગત વિના હું ઊંઘતા ભૂલી ગયો.
એક એનીજ રંગત પછી હું જાગતા શીખી ગયો.
એનુ એ માંગવામાં ગમતું અણગમતું ભૂલી ગયો
બળબળતા રણમાં મૃગજળ ચાહતા શીખી ગયો.
સમજાયું સુખ પ્રતીક્ષાનું, મિલન કેવું ભૂલી ગયો.
ચાહવા ને માંગવામાં હું’ ને જાણતા શીખી ગયો.
ભેદ તુટયો મારો તારો, માયા રાખતા ભૂલી ગયો.
બાકી રહી જીંદગીમાં જીવન જીવતા શીખી ગયો.
– રેખા પટેલ (વિનોદિની)
Leave a Reply