ઓલ્યા સપનાની તું કંઇ પૂછમાં,
આવ્યા ડરાવા કેટલીયે રાતમા.
તોડ્યા તાળા સીધા કુદ્યા મનમાં,
પાડ્યા બાકોરા આંખોની ભીતમાં .
હાલ્યા ચોર પગલે સઘળે નીંદમાં,
રહ્યા હંધાય નકાબની જાતમાં.
ફર્યા મનફાવે એ આખા ઘરમાં,
રહ્યા જોડે અજાણ સુતેલ વાતમાં.
લુંટ્યા સુખ ચેન મીઠી સવારમાં
જીવન જાણે વીતે સરકતી રેતમાં.
રહ્યું દલડું તોય આખું સાબુરમાં
બસ આટલું ગનીમત રાહતમાં.
– રેખા પટેલ ( વિનોદિની )
Leave a Reply