હે… ચાચરના ચોકમાં ને ગબ્બરના ગોખમાં
માડી તું હાજરા હુજુર.
ઓઢે તું કામળી કે ઓઢે સતરંગી તારું,
દર્શન એ આંખોનું નૂર.
તારું દર્શન એ આંખોનું નૂર.
હે…માડી તું હાજરા હુજુર.
ઘુમ્મટના કોખમાં ને મંદિરના ગોખમાં
ઝળહળતો તારો અણસાર(૨)
ટમટમતાં દીવડામાં રૂમઝુમતી જ્યોત જાણે,
અંબામા આવી ગઇ દ્વાર..
માડી અંબામા આવી ગઇ દ્વાર.
તારું દર્શન એ આંખોનું નૂર.
હે…માડી તું હાજરા હુજુર.
સોળે શણગાર સાથ સરખી સહેલીઓ
જોવા માને તરસે મારી આંખ (૨)
આવ્યા નવ નોરતાંને ગરબાનાં ઓરતા
રહે મન મારું ભક્તિમાં ચૂર.
માડી મન મારું ભક્તિમાં ચૂર.
તારું દર્શન એ આંખોનું નૂર.
હે…માડી તું હાજરા હુજુર.
રેખા પટેલ (વીનોદીની) ૧૦/૭/૨૧ ( ગરબો)
Leave a Reply