સાવ ખાલી આંખમાં સરનામું મળ્યું
જીવવા માટે મજાનું બ્હાનું મળ્યું.
સ્નેહ ભીની આંખ ઝરણા જેવી ઘટી.
એક કારણ આંખને ઝરવાનું મળ્યું.
કાયમીને મસ્ત રહેતી આંખો નમી,
રાહ જોઇને પરત ફરવાનું મળ્યું.
સપનાઓથી રાત આખી સજતી હતી
આભમાં તારાઓને ગણવાનું મળ્યું.
ખુદ લુટાવ્યું હૈયુ સામે ચાલી ફરી,
ધાડ પાડું એમને કહેવાનું મળ્યું.
જિંદગીની સૌ રસમ પાળી પ્રેમથી,
ચુપ રહી હૈયા મહી ગળવાનું મળ્યું .
જયાં છુટ્યો સંગાથ શબ્દોનો હોઠથી
દર્દ હો કે શોખ હો,લખવાનું મળ્યું.
-રેખા પટેલ(વિનોદીની)
ગાલગાગા-ગાલગાગા-ગાગાલગા
Leave a Reply