એક અમસ્થી આસ, સુના જીવનમાં સંગીત પૂરે.
સાવ પોલો વાંસ પણ નદીના નીરમાં બેફામ તરે.
જીવનભર કોઇ,કોઇના કંઇ કાયમી સાથી નથી,
તો શાને જુદાઈના ડરથી આંખો કારણ વિના ચૂવે.
આવે ઝળઝળિયાં આંખોમાં વરસવા અધીર એ
તોય બંધ પાંપણના સહારે,એ સપના મઝાના સૂવે.
ના તરસ કોઇ બાકી, તોય સ્નેહની માંગ રોજની,
વરસે અંતર અનરાધાર તોય ઈચ્છાઓ રોજ ફૂટે.
કુંપણ સમું સ્નિગ્ધ જો કોઈ સ્મરણ મળે રૂપાળું,
દૂર આભે ચાંદ ઉગે, તોય નીચે ચાતક રાહ જુવે.
– રેખા પટેલ ( વિનોદિની)
Leave a Reply