લંબાવ્યો તમે હાથ, અમે હથેળીમાં વસી ગયા.
એવા કઇ તરસ્યાં હતા, લોહી મહી ધસી ગયા.
ઈચ્છાઓના હરણ, એ દોડતા રહી હાંફી ગયા
મીઠી તમારી નજર કાજ શબ્દોમાં તરસી ગયા
લાગણીઓની ભીનાશ લીલ’સા વળગી પડ્યા
ભૂલી સઘળા ભેદ ભરમ, ઘનઘોર વરસી ગયા.
ધોમધખતો ઉનાળો વરસાદી લહેરથી કૂણો પડે
ખટમીઠી વાતો હળવી, ભૂલી દરદ હસી ગયા.
આભ જેટલું માપશો,તોયે સ્મરણોનું રણ અમાપ,
એકજ સંબંધ વિશ્વ સમાન, રોમરોમ શ્વસી ગયા.
– રેખા પટેલ( વિનોદીની)
Leave a Reply