છે મારી જેટલી સમજણ કહો તો મોકલું તમને
બધી સહવાસની મીઠી ક્ષણ કહો તો મોકલું તમને
મહી અંતરમાં અરમાનોનો દરિયો રોજ ઉછળે છે
અમારા ખ્વાબનું દર્પણ કહો તો મોકલું તમને
મહેકે છે, સુગંધી મોગરા કેરી સહીયારી
છુપાવી પ્રેમનું સગપણ કહો તો મોકલું તમને
લખ્યા છે શ્વાસમાં સધળા વિરહનાં કાવ્યને ગઝલો
છે બાકી પ્યારની થાપણ કહો તો મોકલું તમને
આ કાગળને લખીને થાકમાં ચુરચુર છું વાલમજી
બચી છે જાન,એ કારણ કહો તો મોકલું તમને
તમો તો મૌજથી ફરતા રહો છો વિશ્વ આખામાં
હવે એકાંતનું તારણ કહો તો મોકલું તમને
હથેળીમાં છુપાવો છો અમારૂ નામ દુનિયાથી
છબીમાંથી એ હસતું જણ કહો તો મોકલું તમને
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply