છે બાકી શ્વાસ રહેવા દો
યાદોનો નિવાસ રહેવા દો
કૂમળા ફૂલોમાં કાંટા ઘણા
નજીવી કુમાશ રહેવા દો
એ કોયલડી કાળી ઘણી
રાગ માં મીઠાસ રહેવા દો
મિલન ને જુદાઈ સંગ છે
આંસુની ખારાશ રહેવા દો
તે સમય નું ચક્ર ફરતું રહે
શૈશવ ની ભીનાશ રહેવા દો
દીવડો ઠરતો થરથર કંપે’
અંતરમાં ઉજાસ રહેવા દો
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply