ચાલ તું આવે છે ને ?
ક્યા લઇ જઈસ મને ?
વાડીમાં બોર અને ગોરસઆંબલી તોડવા.
આજે રહેવા દે, તું જા હું ફરી ક્યારેક આવીસ!!
આતો સમય છે દોસ્ત વહી જાશે તો પાછો નહિ આવે,
ખેર તું જીદ્દી છે જાણું છુ …….
ઋતુ બદલાઈ ગઈ અને સમય સરી ગયો,
આજે અહી ના બોર છે ના આંબલી છે,
બસ તે કહ્યું હતું કે તું જ્યાં પણ રહે ખુશ રહેજે !
કાશ આજે તને હું બતાવી શકું સમજાવી શકું ,
જો અહી આજુ બાજુ મોસંબીના વન છે અને હું ખુશ છું.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply