આ માણસ આટલો સારો ના હોઇ શકે
ચાલ, એમાં વાંધા શોધીએ
સેતુબંધે ભલે ને કરાવ્યો ભવસાગર પાર
ચાલ, એમાં સાંધા શોધીએ
મિત્રો તો જીવતાં જ મ્હોં ફેરવી ગયા
ચાલ, દુશ્મનોનાં કાંધાં શોધીએ
જોને, ચંદ્ર માં પણ મળી ગયું કલંક કાળું
ચાલ, મડદાંમાં ચાંદા શોધીએ
એકલ દોકલથી સત્ય પરાજિત નહીં થાય
ચાલ, દુર્જનો નાં બાંધા શોધીએ
કરી નાંખીએ માયા- પ્રલોભનોથી ભ્રષ્ટ
ચાલ, રાજાને મારવા પ્યાદા શોધીએ
~ મિતલ ખેતાણી
Leave a Reply