આવ્યા ધરતી ઉપર ઈન્સાન થઈ,
ને રહો છો મહેલમાં ભગવાન થઈ.
માણસાઈની સુગંધ ખોવાઈ ગઇ,
લાગણીઓ ત્યારથી બેભાન થઇ.
ઈશ્ક છે તો વ્રુક્ષ સૌ તાજા થશે,
પંખીઓ પણ આવશે મહેમાન થઈ.
બંદગી , કર્મોની- ખુશ્બો એટલું,
કૂચ કરશું આપણે સામાન થઈ.
કોઇના કંઠે ગઝલ છે કોઈની,
એમ વાંચે છે , ઘણો વિધ્વાન થઈ.
એમ તેના ‘હાથથી’ વખણાય છે,
એ ફરે છે શહેરમાં લોબાન થઈ.
વાઘ રંજાડે પ્રજાને પણ કદી,
એ કઠેરામાં મળે નાદાન થઇ.
~ સિદ્દીક ભરૂચી
લોબાન – સુગંધી પદાર્થ.
Leave a Reply