ભૂલ એમાં મારી છે ને એટલે હું ચૂપ છું,
વાત એમાં તારી છે ને એટલે હું ચૂપ છું.
આમ તો નારાજ છું હું સાચ્ચે તારાથી ઘણી,
આપણી આ યારી છે ને એટલે હું ચૂપ છું.
કોઇનુ પણ દુ:ખ જરાયે તું તો જોઈ ના શકે,
ટેવ તારી સારી છે ને એટલે હું ચૂપ છું.
તું સતત મારા વિશે ખોટું જ વિચારે છતાં,
તું મને બહુ પ્યારી છે ને એટલે હું ચૂપ છું.
આ દિવાલો ક્યાં નડે છે આપણા સંબંધમાં,
ખુલ્લી ઘરની બારી છે ને એટલે હું ચૂપ છું.
– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’
Leave a Reply