બરછટ હતી ને હતી સૂનમૂન હથેળી એમાં ઊગી ગઈ લાગણી કંઈ કૂણી..
ટેરવાંની વાત જરા સૂણી.
જરૂરત પડી ત્યાં તો ખુલ્લી હથેળીએ દઈ દીધી રસવંતી તાળી
આંગળી ચીંધીને કદીક દિશા બતાવી કદીક મુઠ્ઠી વાળીને વેળા ખાળી
હોવું હૂંફાળું કે શીળું થઈ જાય ત્યાં રેખાઓ થઈ જાતી ઋણી
ટેરવાંની વાત જરા સૂણી..
અડકે છે એવું કે હૈયું હઠીલું યે પળમાં થઈ જાય એને વશ
સપનાં સજીવન કરે છે એ ટેરવાં તો જાળવે છે જીવવાનો રસ
હાથવગી કળ અને કૂંચીથી ચેતનાની ધખતી રહે છે જાણે ધૂણી
ટેરવાંની વાત જરા સૂણી..
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply