અસ્તિત્વને ગમે એવું કરવું છે
કાળ ને અતિક્રમે એવું કરવું છે
શીશ માવતર, પ્રભુ ને પ્રિયતમ
ત્રણ ને જ નમે એવું કરવું છે
ઘરડી મા ને લઇ ને મોસાળે
હું પીરસું, મા જમે એવું કરવું છે
દુશ્મનોનાં સ્વાભાવિક પ્રહારની સાથે
મિત્રોનાં મૂઢમાર ખમે એવું કરવું છે
મૃગનયની યૌવને પ્રેમ અને સાથ
મોતિયાં એ ય હૈયાં ભળે એવુ કરવું છે
મિત્રોનાં ભાગ્યે આથમેં સુરજ ત્યારે
દોસ્તીનો દીવડો ટમટમે એવું કરવું છે
મિચ્છામિ દુક્કડમં બને આજીવન મંત્ર
જીવન આજીવન સૌને ખમે એવું કરવું છે
જગ અજવાળે જે ત્રિનેત્ર, એની આંખે
સપનાં મારા જ્યોતથી રમે એવું કરવું છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply