સાવ નાની વાતમાં
તું રિસાઈ જાય છે.
દરેક વખતે કેમ છે તું?
કહી હું તને બોલાવું,
તારો અહં પંપાળું.
તું જે કહે તેજ સાચું છે
કહી તને મનાવું.
પણ કાયમ ક્યા સુધી
તને સાવ ખોટું જતાવું?
હું હવે,
જે છુ એજ રહેવા માગું છું.
કરે મારા અસ્તિત્વનો સ્વીકાર
સુખ દુઃખમાં પાસે છું.
નહીતર, હું મારી સાથે છું,
બસ હવે બહુ થયું.
આટલું હવે બસ થયું.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply