જળ ઉપર જેમ તારો મારો નથી,
કોઇનો ભાષા પર ઈજારો નથી.
વ્રુક્ષ કાપીને રાહ પ્હોળા થયા,
આ જગા પર હવે ઉતારો નથી.
આસ્થા ભૂલી ગઇ ખુદાને પણ,
એ સબબ આભનો સહારો નથી.
મૂળ પાયો છું, પણ કહે પૂત્રો,
કોઇ હિસ્સો હવે તમારો નથી.
રોજ જન્મે છે, કૈ’ નવા રોગો,
યોજનાઓ થી પણ સુધારો નથી.
એક મોસમની દેન છે ‘ સિદ્દીક’,
એક ઘરમાંય ભાઈચારો નથી.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply