અન્યથી તો ઠીક, ખુદથી પર થયા.
એ રીતે સોપાન સઘળા સર થયા.
ટેરવાં હો, આંખ હો, કે હો હ્રદય,
અહિ કલમ, કાગળ વડે સરભર થયા.
મારી ધીરજ સામે આ સંજોગ તો,
પ્રશ્ન થઇ આવ્યા અને ઉત્તર થયા.
એ કશું યે કાલ પર રાખે નહીં,
આયના એ કારણે સદ્ધર થયા.
હાથ ને હૈયાવગી રાખે ખુશી,
બાળકો પણ કેવા ખમતીધર થયા.
જાગરણ અજવાળાં માટેનું ફળ્યું,
ખુદની સામે પ્રશ્ન વેળાસર થયા.
આપના પગલે અમે ચાલ્યા અને,
જોતજોતામાં જુઓ પગભર થયા.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply