દરેક સવાલનો જવાબ ગુગલ નથી હોતું
દરેક એકત્રીકરણ એ યુગલ નથી હોતું
મોટાંભાગનાં યુદ્ધ થાય છે મનની અંદર
દરેક લડાઈમાં હવે બ્યુગલ નથી હોતું
બની ગઈ એ એની એવી નિત્ય ઘટના
રુદાલી નાં ભાગ્યમાં રુદન નથી હોતું
વેચવાં પડે ફુગ્ગાઓ એણે બચ્ચાઓને
ઝૂંપડે જન્મનારને બાળપણ નથી હોતું
છેતરે છે કાગડાંને એ ખુદનાં ઈંડા મૂકીને
કોયલનાં ભાગ્યે તેથી કોયલ નથી હોતું
વૃક્ષો કાપીને પછી ફાર્મ હાઉસ ગોતે છે
શહેરનાં ભાગ્યે તેથી જંગલ નથી હોતું
~ મિત્તલ ખેતાણી
Leave a Reply