જેના દ્વારા
કડકડતી ઠંડીમાં મેળવી શકાય હૂંફ
ઉનળામાં ટાઢક
ને
ચોમાસામાં પહેરી શકાય રેઈનકોટની જેમ…
જે
લોહીના બટલાની અવેજીમાં ચડાવી શકાય
જેવલેણ ઘાવ પર લગાડી શકાય મલમની જેમ
વસ્ત્ર પર અત્તર જેમ છાંટી શકાય
જેના દ્વારા
લૂછી શકાય સૌ કોઈનાં આંસુ
જેનાથી
ભૂખ્યા માણસને ગમતું ભોજન જમ્યાનો ઓડકાર આવે
અનાથ બાળકને માતા મળી ગયાનો સંતોષ થાય
જે વાંચ્યા પછી ક્યારેય ન કરવી પડે ઈશ્વરને પ્રાથના…
લખવી છે
એક એવી કવિતા…!
– અનિલ ચાવડા
Leave a Reply