ઝાકળ જેવું અડે તો ય શું ફેર પડે છે,
ટહુકાઓ જો જડે તો ય શું ફેર પડે છે.
આંસુઓની મહેક નથી
ના ”વાટ નિરખ”ની મૂડી,
એ આંખોને શું કહેવું
જે ફક્ત કીકીની જુડી;
એમાં સપનું પડે તો ય શું ફેર પડે છે,
ઝાકળ જેવું અડે તો ય શું ફેર પડે છે.
પુષ્પ ખીલે તો એના પડઘા
બ્રહ્માંડે પડઘાય,
આવી ઘટના એમ કદી કંઈ
બધાને ન સમજાય;
સમજણનો ગઢ ચડે તો ય શું ફેર પડે છે,
ઝાકળ જેવું અડે તો ય શું ફેર પડે છે.
– અનિલ ચાવડા
Leave a Reply